ઘેર ઘેર ગરબા ગાવા જતી અને આ પ્રથા હવે લુપ્ત થઈ રહી છે તો મને એ ગરબા માં તેલ પુરવાના ગીતો યાદ આવ્યાં અને આ ગીતો શેર કર્યા તો મિત્રો આ ગીતો આપની સાથે શેર કરું છું. નવી પેઢી માટે આ બધું અજાણ્યું હશે અથવા ખબર જ નહીં હોય.
નવરાત્રી આવી રહી છે, ત્યારે ગરબામાં તેલ પુરાવવાના ગીતો માણો.
કોને કોને યાદ છે આ ગીતો !?
સંકલન : આર. કે.
એક દડો ભાઈ બીજો દડો, ત્રીજે તોરણ બાંધજો,
આજના મારા સંજયભાઈ
તમારી વહુ ને વારજો,
તમારી વહુ છે લાડકા, ઝાંઝરીયા ઘડાવજો,
ઝાડ ઉપર ઝૂમખું, ચોખાલીયાળી ભાત રે,
ભાત રે ભાત રે ભળકડા, વેલ છૂટતી જાય રે,
વેલમાં બેઠો વાણિયો, કાગળ લખતો જાય રે,
કાગળમાં બે પૂતળી, હસતી રમતી જાય રે,
વાંકાશેરનો વાણિયો, શેર કંકુ તોળે રે,
આછી ટીલી ઝગમગે, ટહુલે ટહુલે મોર રે,
મોર વધાવ્યા મોતીળે, ઇંઢોણી મેલી રડતી રે,
રડતી હોય તો રડવા દેજો, તેલનું ટીપું પડવા દેજો,
એલચીયો લવિંગીયો પૈણાવીયો ને જાનું બેનનો વીરીયો..
એ......તેલ પુરાવો તેલ...
આ ગીત કોને યાદ છે ?
લ્યો હવે બીજું...
********
ચાંદા ચાંદાની રાત, ચાંદો કે'દિ ઉગશે રે,
ચાંદો પાછલી પરોઢ મોતીડાં વિણશે રાજેશભાઈ ચાલ્યા દરબાર, ઘોડે બેસી આવશે રે,
લાવશે કમળના ફૂલ, અનુપમા વહુ સૂંઘશે રે...
†*******
માણો હજી એક ગીત...
એક ના એકવીસ રે ગોરી ગરબો આવ્યો,
બે ના બાવીસ રે ગોરી ગરબો આવ્યો,
ત્રણ ના ત્રેવીસ રે ગોરી ગરબો આવ્યો,
ચાર ના ચોવીસ રે ગોરી ગરબો આવ્યો,
પાંચ ના પચીસ રે ગોરી ગરબો આવ્યો,
છ ના છવીસ રે ગોરી ગરબો આવ્યો,
સાત ના સત્યાવીસ રે ગોરી ગરબો આવ્યો,
આઠ ના અઠયાવીસ રે ગોરી ગરબો આવ્યો,
નવ ના ઓગણત્રીસ રે ગોરી ગરબો આવ્યો,
દસે જાજા હીરા રે ગોરી ગરબો આવ્યો,
જીવે તમારા વીરા રે ગોરી ગરબો આવ્યો..
†*******
No comments:
Post a Comment