Saturday, June 22, 2019

આમ ને આમ દિવસો ગયા ને,
સાંજ પડતી ગઇ,

શોખ મરતા ગયા એક એક કરીને,
જવાબદારી વધતી ગઇ,

સપનાઓ રૂંધાયા અને મુલાયમ,
હાથ ની રેખાઓ બળતી ગઇ,

પૈસા ને પરિસ્થિતિના ખેલ મા,
સાલી જીંદગી ઢળતી ગઇ,

સારા કે સાચા હોવાની સજાઓ,
હર ઘડી-ધડી મળતી ગઇ,

આ ન કરો પેલું ન કરતાં તેવી,
બરાબર સુચના મળતી ગઇ,

રહેવું હતુ નાનુ અમારે પણ,
ઉમર હતી કે વધતી ગઇ,

આમ ને આમ દિવસો ગયા ને
સાંજ પડતી ગઇ....

No comments:

Post a Comment